નવસારીઃ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહવિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન છેલ્લા છ વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે 2021 દરમિયાન નવસારી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા 2880 જરૂરીયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડી હોવાના આંકડાઓ બહાર આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વર્ષ ૨૦૨૧ દરમિયાન નવસારી જિલ્લામાંથી કુલ ૨૮૮૦ જેટલા મહિલાઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલા હતા જેમાંથી ખુબ જ ગંભીર પ્રકારના ૮૧૧ જેટલા કેસમાં સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડવામાં આવી છે. વર્ષ દરમિયાન ૬૦૭ જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવ્યા છે. ૧૨૯ જેટલા કેસોમાં જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ બની છે.

આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારશ્રીના અન્ય વિભાગોમાં અને પરિવારને હેન્ડઓવર કરવામાં આવેલ છે આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાતની મહિલાઓની સાચી સખી સહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહયું છે.