નર્મદા જિલ્લાના આવેલ કરજણ ડેમ માંથી કરજણ કેનાલ પ્રોજેક્ટમાં જમણાકાંઠા વિસ્તરમાં સિંચાઇનું પાણી પહોંચાડવા અને કેનાલ રિચાર્જ કરવા રાજ્ય સરકાર દ્વારા કરજણ ડેમ થી ગોરા ગામ સુધી લગભગ 17 કિમિ લાંબી હાઈ લેવલ રિચાર્જ કેનાલનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો, આ પ્રોજેક્ટની 2012-13માં કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે જીતઘઢ થી લઈને વાવડી, મોટા રાયપરા, વેલછંદી, જૂનવદ, સમારીયા, મોટાઆંબા, શાકવા, ભીલવસી, બોરિયા, ઉમરવા જોષી, અને ગોરા આ 12 ગામના 29 જેટલા ખેડૂતોની જમીન આ કેનાલમાં ગઈ છે અને આ કેનાલ માટે તંત્ર ખડે પગે ઉભા રહીને ખોદકામ શરૂ કારવ્યું અને ખેડૂતોના ઉભા પાકો પર મશીનો ચાલવી દીધા હતા અને ખેડૂતની મંજૂરી સુદ્ધાં લીધી નથી.
ખેડૂતોનું કહેવું છે કે મુખ્યમંત્રીશ્રીને પત્રો લખ્યા, કલેકટરશ્રીને આવેદન પત્ર આપી રજુઆત કરી, નેતાઓને રજૂઆતો કરી, ફરિયાદ નિવારણમાં પણ રજૂઆત કરી હતી પણ ખેડૂતોની કોઈ વાત સાંભળતા નથી અને આંખ આડા કાન વહીવટદારો કરે છે, જેથી આ ખેડૂતો પોતાના વળતર માટે ફરી આંદોલન પર ઉતાર્યા છે.
રણજીતભાઈ ગણપતભાઈ તડવી એ જણાવ્યું હતું કે આ હાઈ લેવલ રિચાર્જ કેનાલની આ વિસ્તારમાં કોઈ જરૂર નહોતી જો જૂની કેનાલને વ્યવસ્થિત બનાવી હોત તો ચાલતે પરંતુ સરકારે કરોડોના ખર્ચે જમણા કાંઠા કરજણ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે જેમાં ઉભા પાકે જમીનો લઇ લીધી હતી, જમીનું વર્તર આપેલ નથી ખાલી ઉભા પાકનું વળતર આપ્યુ છે અમે પણ ભારત દેશના નાગરિક છે 10 વર્ષ થયાં આજ સુધી અમને જમીનનું વળતર મળ્યું નથી અમારા ગરૂડેશ્વર તાલુકામાં રેલ્વે બનાવવામાં આવી છે તેમને એક જ વર્ષમાં વળતર આપ્યું છે અમારે 10 વર્ષ થઈ ગયાં અમને આજ સુધી વળતર આપવામાં આવ્યું નથી કેમ.?
તેમણે વધુમાં જણાવ્યું હતું સરકારને કેનાલ બનાવવા માટે નાણાં મળે છે તો ખેડૂતોને વળતર આપવા માટે નથી મળતા હોય? ખેડૂતો સાથે આવો અન્યાય કેમ, વહીવટી તંત્ર વળતર આપવા માટે તાત્કાલીક જાહેરનામુ બહાર પાડી ખેડૂતોને વળતર આપે નહિ તો પોતાના ખર્ચે કેનાલમાં માટી પુરી દઈશું
નરેન્દ્રભાઇ તડવીએ જણાવ્યું કે ગોરા ગામની સીમમાં અમારી જમીન હાઈ લેવલ રિચાર્જ કેનાલ માટે લેવામાં આવી છે કેનાલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે ઉભા પાકમાં મશીનો ચલાવી દીધા હતા ઉભા પાકનું વળતર આપ્યુ હતું અને જમીન સંપાદનનું વળતર એક વર્ષમાં આપવામાં આવશે એવુ અધિકારીઓએ જણાવ્યું હતું પરંતુ ૧૦ વર્ષ થઈ ગયાં આજ સુધી વળતર આપવામાં આવ્યું નથી, સરકાર આજે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે તો ખેડૂતોને આપવા માટે પૈસા નથી કે શું? એ પણ સરકાર જણાવે.