ચીખલી: ગતરોજ નવસારી ચીખલી કસ્ટોડિયલ ડેથ બાબતે જામીન મુક્ત થયેલા 1 પીએસઆઈ અને 1 પીઆઈ સામે પણ મૂળ ફરિયાદીના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેની નોટિસ નીકળતા હવે 7મી જાન્યુઆરી એ સુનાવણી થવાની જાણકારી મળી છે.

ઉલ્લેખનીય છે કે નવસારીના બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ ના આરોપીઓ પૈકી 1 પીએસઆઈ અને 2 પોલીસ કર્મીઓએ કરી ક્રીમી. પ્રોસીજર કોડની કલમ-160(2) ની જોગવાઈ મુજબ ડિફોલ્ટ બેલ આપવા બાબતે તેમજ 197ની જોગવાઈ ધ્યાને લઈ તાત્કાલિક મુક્ત કરવા જામીન અરજી મૂકી હતી. ફરિયાદીના વકીલ અને સરકારી વકીલની દલીલો ને માન્ય રાખી તેમના જામીન નવસારી કોર્ટ નામંજૂર કરવામાં આવ્યાનું જણાયું છે.

આરોપીઓના વકીલ દ્વારા ક્રિમી. પ્રોસીજર કોડની કલમ – 160 (2) ની જોગવાઈ મુજબ ડિફિલ્ડ બેલ આપવા બાબત તેમજ 197 ની જોગવાઈ ધ્યાને લઈ તાત્કાલિક મુક્ત કરવા જામીન અરજી મૂકવામાં આવી હતી પણ ફરીયાદીના વકીલ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ નવસારી કોર્ટ 1 પીએસઆઈ અને 2 પોલીસકર્મીના જામીન નામંજૂર કરી દીધા હતા.