નસવાડી: તાલુકાના કંકુવાસણ ગામે હારેલા સરપંચે ૩૦ મકાનોનું વોટર વર્કસનુ પાણી બંધ કરી દેવાયુ છે તેના કારણે ગ્રામજનોએ તલાટી સહીત હાલના સરપંચને રજૂઆત કરી, પરંતુ કોઇ પરિણામ નહી અવતા આક્રોશમાં આવેલા લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
Decision Newsએ મેળવેલી વિગતો અનુસાર નસવાડી તાલુકાના સિઘીકુવા (રો)ગ્રામ પંચાયતમા આવતા ૪ ગામોની પંચાયતમા ચૂંટણીના પરિણામો સાથેજ કંકુવાસણ ગામમા ૩૦ મકાનોનું પાણી સરપંચના હારેલા ઉમેદવાર ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈના ઘર પાસે વોટર વર્ક્સની મીની ટાંકીમાંથી બંધ કર્યું છે. આ ટાંકીનું પાણી બે ફ્ળિયામાં જાય છે પાણી બંધ કરાતાં ૩૦ જેટલાં મકાનોના લોકોના નળમા પાણી આવવાનું બંધ થતા હાલના ચાલુ સરપંચ અને તલાટીને રજૂઆત કરતા તેઓએ પણ હાથ ઉંચા કરી દીધાનું લોકો કહી રહ્યા છે.
હાલમાં ચૂંટણીને ગયે ૧૦ દિવસ થઈ ગયા હોવા છતાંય પાણીના ચાલુ થતા લોકોએ સુત્રોચાર કરીને પાણી આપો પાણી આપોની માગ કરી હતી. આ બાબતે ગામના તલાટીનું છે કે મારા સુધી ફરિયાદ આવી છે અને અમે પાણીની ટાંકી પાસે જઈ પાણી ચાલુ કરાવી કરાવીશું.

