નવસારી: આજરોજ રોજ કુકેરિ પી.એચ. સી. ગ્રાઉન્ડ ખાતે નવસારી પોસ્ટલ પ્રીમિયર લીગ સીઝન 2 નું આયોજન ખૂબ જ ભવ્ય કરવામાં આવ્યું જેમાં નવસારી જીલ્લાના તાલુકાની અલગ અલગ 8 ટીમોના રમતપ્રેમીઓ ભાગ લઇ આ લીગ સફળ બનાવી હતી.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે નવસારી પોસ્ટલ ડિવિઝનની પ્રીમિયર લીગ સીઝન 2માં  1) Rajvadi xi vansda 2) નવસારી xi B 3) ASP SUB division Navsari xi 4). Mails xi Navsari 5) king xi Navsari 6) IP sub dn Bilimora 7) Postal Challenger chikhli xi 8) BABA xi Rankuva જેવી 8 ટીમો વચ્ચે મુકાબલો થયો જેમાં ઉપવિજેતા તરીકે રજવાડી ઇલેવન વાંસદા અને ચેમ્પિયન તરીકે પોસ્ટલ ચેલેન્જર ચીખલી ટીમ વિજેતા રહી હતી.

આ પ્રસંગે  માનનીય એસ.પી. સાહેબ શ્રી જે. આર વશી, એ.એસ.પી.સર નવસારી સબ ડિવિઝન શ્રી ચેતન સર, બીલીમોરા સબ ડિવિઝન આઈ. પી. શ્રી હર્ષ સર, ડેવલપમેન્ટ ઓફિસર પી. એલ.આઈ. નવસારી ડિવિઝન શ્રી મયુર સર તથા આવેલા ટીમ ના તમામ ખેલાડી મિત્રો પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ મેન ઓફ ધી સિરીઝ તરીકે વાંસદા rajwadi ટીમ ના અમિત ભાઇ પુરોહિત રહ્યા બેસ્ટ બેટ્સમેન તરીકે rajwadi xi વાંસદા ના જયેશ પટેલ, બેસ્ટ બોલર તરીકે પોસ્ટલ ચેલેંજર ટીમ ચીખલી ના નિર્મલ ભાઈ, ટુર્નામેન્ટ બેસ્ટ કેચ પોસ્ટલ ચેલેંજર ટીમ ચીખલી ના ચિરંગ ભાઈ રહ્યા.