મહુવા: મહુવાના ખરવાણ ગામની પરણિતાને અન્ય કોઈ યુવાન સાથે પણ પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી ગામમાં જ રહેતા વૃદ્ધ પ્રેમીએ માથામાં પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશ માઈનોર નહેરમાં નાખી દેવાણી ઘટના સામે આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકાના ઝેરવાવરા ગામે રહેતી મીનાક્ષીબેન પટેલના લગ્ન ખરવાણ ગામના જીતુભાઈ પટેલ સાથે થયા હતા. તેમનો 12 વર્ષનો એક 11 વર્ષનો દીકરો છે. ગતરોજ રોજ સવારે 9 વાગ્યાની આસપાસ ગામના ભાટ ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની ભીલખાડી-દેદવાસણ માઈનોર નહેરમાંથી મીનાક્ષીબેનની લાશ જીતુભાઈને મળી હતી. આ ઘટના વિષે મહુવા પોલીસને જાણ થતા પોલીસે મૃત મહિલાનો કબ્જો લઈ હત્યારા સુધી પહોંચવા શોધખોળ આદરી છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે શનિવારે સાંજે પરણિતા મીનાક્ષીબેન પટેલ વૃદ્ધ પ્રેમી પ્રેમાભાઈ છોટુભાઈ પટેલને મળવા માટે ગઈ હતી. તે દરમિયાન કદાચ બંને વચ્ચે ઝઘડો થયો અને છોટુભાઈએ માઈનોર નહેર પાસે એકાંત અને અંધારાનો લાભ લઈ વૃદ્ધ પ્રેમીએ તિક્ષણ પથ્થર વડે મીનાક્ષીબેન પટેલને માથાના અને મોના ભાગે પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દિધી અને મૃતદેહ માઈનોર નહેરમા નાંખી ઘરે આવી ગયા હતા. આ પ્રેમ પ્રકરણ સામે આવતા મહુવા પોલીસે અને એલસીબીએ વૃદ્ધની વિરુદ્ધ પૂછતાછની પ્રક્રિયા આરંભી દીધી છે.