કપરાડા: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કપરાડા તાલુકામાં વર્તમાન સમય જ કાર્યરત બનેલા એજ્યુકેશન ગ્રુપ દ્વારા કપરાડા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના તેયારી કરવામાં આવે છે તે દરમિયાન ગતરોજ મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાયા
Decision Newsને મળેલી વિગતો મુજબ રાજ્યના અલગ અલગ વિભાગમાં આવેલી જાહેરાતો માંથી ફેબ્રુઆરીમાં યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને હાલ ખૂબ ચર્ચામાં એવી સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષામાં કપરાડા તાલુકાના વધારે ને વધારે સંખ્યામાં ઉમેદવારો સફળ થાય એ ઉદ્દેશથી એજ્યુકેશન ગ્રુપ કપરાડા દ્વારા પ્રાથમિક શાળા કપરાડાના વર્ગખંડમાં મોક ટેસ્ટનું આયોજન કરેલ હતું. જેમાં ઉમેદવારોને પરીક્ષાના નિયમો મુજબ પેપર સેટ અને આન્સર સીટ આપી પ્રેક્ટિસ કરાવવામાં આવી. આ મોક ટેસ્ટમાં પોલીસ ખાતાની તૈયારી કરતા ૮૦ થી વધુ ઉમેદવારો અને બિન સચિવાલય ક્લાર્કની તૈયારી કરતા ૩૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.
ટેસ્ટ પુર્ણ થયા બાદ પ્રશ્નપત્ર માટે પૂછેલા પ્રશ્નોનું સોલ્યુશન, મર્યાદિત સમયમાં કઈ રીતે પેપર પૂર્ણ કરવું, માઈન્સ પદ્ધતિ માંથી કઈ રીતે વધારે માર્ક્સ લાવવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કપરાડા એજ્યુકેશન ગ્રુપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ફિઝિકલ તાલીમ, લાઈબ્રેરી, ફ્રી કલાસીસ, મોટિવેશન સેમિનાર જેવા વિવિધ કાર્યો કરે છે.