કપરાડા: શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આજરોજ વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકામાં અંતરીયાળ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ એવા વિધવા બહેનો-પુરુષો તેમજ વિકલાંગ લાભાર્થીઓને તથા નાના બાળકોને બિસ્કિટ વેફર તેમજ ધાબળા વિતરણ કરાયું હતું.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ એટલે  કે વિધવા બહેનો તથા પુરુષો વિકલાંગ લાભાર્થીઓ અને નાના બાળકોને બિસ્કિટ વેફર તેમજ ધાબળાઓનું વિતરણકરવામાં આવ્યું હતું. 100 જેટલા પરિવારો તેમાં સમાવી લેવામાં આવ્યા હતા.

આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં ભાજપ વાપી નોટીફાઇડ (OBC) બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિમલભાઈ ચોહાણ ભાજપા યુવા મોર્ચાના જિલ્લા ઉપપ્રમુખ કિરણભાઈ ભોયા,કપરાડા તાલુકા યુવા મોરચાના મહામંત્રી દિવ્યેશભાઈ રાઉત કોશા અધ્યક્ષ શંકરભાઈ બીરારી તેમજ સમસ્ત ટીમ ઉપસ્થિત રહ્યા હતા.