આપણી દરોજની ખાન-પાનની જીંદગીમાં ટામેટા એક એવું શાક છે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આપણે લોકો ટામેટાનું સેવન સલાડ, સૂપ, શાક કે ચટણીના રૂપમાં ખાવાનું પસંદ કરીએ છીએ. ટામેટા સ્નાયુઓના દુખાવા અને આંખોની રોશનીથી વજન ઘટાડવા માટે એટલે કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પરંતુ Decision news દ્વારા મેળવામાં આવેલી માહિતી પ્રમાણે અમુક લોકોએ ટામેટાંનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જેમ કે જે લોકોને પિત્તાશય અથવા કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે ટામેટાંનું સેવન ટાળવું જોઈએ. ટામેટાંમાં કેલ્શિયમ વધુ હોય છે. ટામેટાંનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ ઓક્સાલેટનું પ્રમાણ વધે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધુ ઝડપથી વધી જાય છે તો બીજી તરફ જો લોકોને પહેલાથી જ પથરીની સમસ્યા હોય તો તેમણે પણ ટામેટાંનું સેવન ન કરવું જોઈએ.
જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે તેઓ જો ટામેટાંનું સેવન કરે તો સાંધાના દુખાવા કે સોજાની સમસ્યા વધી શકે છે. જેમને એલર્જીની સમસ્યા હોય તેઓ ટામેટાંનું વધુ પડતું સેવનથી ત્વચાની એલર્જી, ફોલ્લીઓ, ચહેરા પર સોજો વગેરે પણ થઈ શકે છે. ટામેટાંમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે, જે પેટમાં પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. ટામેટાંનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં ગેસ, હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ટામેટાંનું સેવન મર્યાદિત માત્રામાં અને અમુક લોકોએ તો સેવન ટાળવું જ જોઈએ.