ગુજરાત: નવા વર્ષથી ગુજરાતની શાળાઓમાં નવા વિષયો દાખલ કરાયા છે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે હવે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવવામાં આવશે અને શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11 અને 2022-23થી ધો.12માં 7 નવા વૈકલ્પિક વિષયો દાખલ કરવામાં આવ્યા છે.

શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘સમગ્ર શિક્ષાની 102 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-2022થી ધોરણ 11માં અને શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ 223 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નીચે મુજબના વિષય દાખલ કરવા સરકારશ્રીએ મંજૂરી આપેલ છે.