વાંસદા: ગત 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલ ભારતીય જનતા નેશનલ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ કુમાર સિંગ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉંપસ્થિતિમાં ડો. પ્રશાંત કોરાટ પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચાના ગુજરાતની આગેવાનીમાં યુવા મિત્ર અભિયાન ‘યુથ ચલા બુથ’ અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો વાંસદા તાલુકા ખાતે યુવાનોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા આવ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલ ભારતીય જનતા નેશનલ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ કુમાર સિંગ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉંપસ્થિતિમાં ડો. પ્રશાંત કોરાટ પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચાના ગુજરાતની આગેવાનીમાં યુવા મિત્ર અભિયાન ‘યુથ ચલા બુથ’ કાર્યક્રમ ગાંધીનગર કમલમ ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં 25 ડિસેમ્બરથી લઈને 12 જાન્યુઆરી વિવિધ અલગ અલગ વિસ્તારોના યુવાને બીજી વિધાનસભામાં જઈ યુવા મિત્ર અભિયાન કાર્યક્રમ કરી રહ્યું છે. જેમાં જે તે વિધાનસભામાં આવતાં બુથની અંદર દરેક બુથ પર વધારેથી વધારે યુવાનોને ભારતીય જનતા યુવા મોરચામાં જોડી રાષ્ટ્રવાદ કરવામાં આવશે તે અંતર્ગત આજરોજ વાંસદા વિધાનસભા ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલની આગેવાનીમાં યુવા મિત્ર અભિયાન ચાલવામાં આવ્યું. જેમાં સતત 12 જાન્યુઆરી સુધી કપરાડા વિધાનસભા આવતા તમામ યુવા મોરચાના કાર્યકરો વાંસદા વિધાનસભાના દરેક બુથ સુધી પોહચી યુવાનોને ભારતીય જનતા યુવા મોરચા સાથે જોડવાનું કાર્ય કરશે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા અને માનનીય પ્રધાનમંત્રી મોદીનો સંદેશ ઘર-ઘર સુધી પોહ્ચાડશે. આ સંદર્ભે વલસાડ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલનું શું કહેવું છે…
આ પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચા વલસાડના ઉપપ્રમુખ કિરણ ભોયા, કપરાડા મંત્રી દિવ્યેશ રાઉત,વાપી તાલુકાના મહામંત્રી નયન પટેલ, વાપી તાલુકા મંત્રી ચિરાગ પટેલ કલ્પેશ ચોધરી મહેન્દ્રભાઈ દેવજીભાઈ તેમજ વાંસદા તાલુકાના મહામંત્રી કમલભાઈ સોલંકી જોડાયા હતા.

