ગુજરાત: શિયાળાની શરૂઆત તો થઇ જ ગઈ છે પણ વીતેલા દિવસો દરમિયાન ઠંડીની એવી અસર વર્તાઈ નહિ કે જે હવે પછીના દિવસોમાં જોવા મળશે,આજથી ખુબ જ કાતિલ ઠંડીની શરૂઆત થશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ઉતર ભારતમાં હિમવર્ષાના પગલે માર્ચ સુધી ઠંડી રહેશે 4 થી11 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા છે. રાજ્યના અમુક ભાગોમાં હાલમાં કમોસમી વરસાદ થયો છે. પરંતુ ધીરે ધીરે તા.29-12-2021 પછી વાદળો છુટાછવાયા થતા ફરીથી કાતિલ ઠંડી પડી શકે તેમ છે. ઠંડી બાદ જાન્યુઆરી માસમાં પણ ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે.
તા.31 ડિસેમ્બરની આસપાસ ફરી પિૃમી વિક્ષેપ આવવાની શક્યતા રહેતા દેશ સહિત રાજ્યના અમુક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. ગ્રહોનું રાશિ પરિવર્તન તેમજ જળદાયક નક્ષત્ર નાડીના યોગો હોવાથી પૃથ્વી તત્ત્વની રાશિમાં છે એટલે હવામાનમાં પલટાના યોગો બને છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.