નવી દિલ્હી: હાલમાં જયારે દિન પ્રતિ દિન કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સમગ્ર દુનિયામાં કોરોનાને લઈને લોકોની ચિંતા વધી રહી છે, જયારે એક બાજુએ જ્યાં કોરોનાને લઈને હેલ્થ એક્સપર્ટે ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષના એપ્રિલ મહિના સુધીમાં જીવન પહેલા જેવું નોર્મલ થઈ શકે છે.
ઈસ્ટ ઈંગ્લિયા યુનિવર્સિટી (University of East Anglia) માં મેડિસિનના પ્રોફેસર પોલ હંટર (Professor Paul Hunter) એ બીબીસી બ્રેકફાસ્ટ પર ચોંકાવનારી પરંતુ સારી જાહેરાત કરી. તેમણે કહ્યું કે કોરોનાનો પ્રભાવ ભવિષ્યમાં ખતમ થઈ જવાનો છે. તે બિલકુલ નોર્મલ વાયરસ અને બીમારી જેવો રહી જશે. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષ પહેલા ઈંગ્લેન્ડ માટે કોઈ નવો પ્રતિબંધ લાગૂ નહીં થાય અને કદાચ ત્યારબાદ પણ ન થાય.