ચીખલી: આજરોજ ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજીત સરપંચો અને ગ્રામપંચાયતો ના હક્ક અને અધિકારોને બચાવવા માટે ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તલુકપંચાયત ચીખલીની સામે પ્રતિક ધરણાં પર બેઠા હતા.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી તાલુકા પંચાયત દ્વારા સરપંચોને જે પાંચ લાખ રૂપિયામાં કામો આપવામાં આવી રહ્યા હતા તે તાલુકા પંચાયત દ્વારા અન્ય એજન્સીને આપવાની હિલચાલ ચાલી રહી છે. વર્ષોથી ચીખલી તાલુકા પંચાયતના કામો ગ્રામપંચાયત દ્વારા એગ્રીમેન્ટો કરવામાં આવતા હતા. પરંતુ ચીખલી તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો થકી સરપંચોના હક્ક અને અધિકારો પર સીધી તરાપ આપવામાં આવી રહી છે. જેના વિરોધમાં ધરણાં પ્રદર્શનમાં કોંગ્રેસના હોદ્દેદારો સાથે સરપંચો તેમજ સદસ્યો જોડાયા હતા આ કાર્યક્ર્મમાં સરપંચો સાથે માજી તાલુકા પંચાયત પ્રમુખ જયંતીભાઈ વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ, વલ્લભભાઈ, મગનભાઈ, ઈશ્વરભાઈ, શૈલેષ પટેલ, ચંદુભાઈ અને પરેશભાઈ તેમજ મહિલા સરપંચો આવ્યા હતા.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસારી શૈલેષભાઈ પટેલ અને લોકનેતા અનંત પટેલ આ મુદ્દે શું કહ્યું જુઓ વિડીયોમાં..