વલસાડ: હાલમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિવિધ મુદ્દાઓ પર લોકો આંદોલનો અને ધારણા પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે આજરોજ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક સદન ખાતે જૂની પેંનશન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનની સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિવિધ મુદ્દાઓ પર લોકો આંદોલનો અને ધારણા પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે આજરોજ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક સદન ખાતે જૂની પેંનશન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનની સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની નીતિ સમક્ષ શિક્ષકો આક્રોશમાં જોવા મળ્યા હતા .

નવી પેંશન યોજના શિક્ષકો માટે અન્યાયકારી સાબિત થશે તેમ જિલ્લા સંઘ પ્રમુખ ગોકુળ પટેલે જણાવ્યું હતું. શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા તેમની પડતર માંગણીઓ જેવી કે જૂની પેંશન યોજના ફરી શરૂ કરવી, 7 માં પગાર પંચનો લાભ સમાન આપવો, હંગામી શિક્ષકોને કાયમી કરવા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની શિક્ષક વિરોધી જોગવાઈઓને દૂર કરવી, 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડ મર્યાદામાં ઘટાડો કરવા, મહેકમ અને સેટઅપ ની સંખ્યા વધારવા, બદલીના નવા નિયમો બહાર પાડવા, સી.સી.સી પરીક્ષાની મુદ્દતમાં વધારો કરવો સહિતના પ્રશ્નનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.