સુરત: આપણા આસપાસના વિસ્તારમાં બેફામ દોડતા ટ્રકે એક શ્રમજીવીએ દીકરીને અડફેટે લેતા દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આવા બેફામ ટ્રક દોડતાચાલકોના મામલાઓમાં પોલીસની ઢીલી નીતિને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગત 24મીના રોજ સરકારી પ્રાથમિક શાળાએથી ધોરણ-7ની વિદ્યાર્થિની ઘરે જતા ભર બપોરે ટ્રકે કચડી નાખી હોવાનું CCTVમાં સ્પષ્ટ કેદ થયું છે અને હેરાન કરવાવાળી વાત તો એ છે કે આ માસૂમ કિશોરીના અકસ્માત કેસમાં લગભગ 36 કલાકમાં ટ્રક ચાલક જામીન પર છૂટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માત બાદ ડ્રાઇવરનું મેડિકલ પણ ન કરાવ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે.
દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે દિશા બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી ત્યારે બાપા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે કાળમુખી આઈવા ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ દિશાનું મોત થઇ ગયું હતું
દિશાના પિતા દીપકભાઈએ દિશાની આંખો કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દાનમાં આપી દીધી છે જેથી કોઈના અંધારા જીવનમાં રોશની થઇ શકે આમ એક પિતા પોતાની દીકરીને આવી રીતે જીવિત રાખવનો નિર્ણય લીધો હતો.

