કપરાડા: આજરોજ નાનાપોઢા એન. આર.રાઉત હાઈસ્કૂલ ખાતે સાહિત્યકાર ડૉ. જગદીશ ખાંડરા, બાબુ ચૌધરી અને જસવંત ભીંસરા દ્વારા બાળકોને અભ્યાસ સાથે સાહિત્ય સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો

આ દરમ્યાન ડૉ. જગદીશ ખાંડરા એ સંબોધતા જણાવ્યું હતું કે આજે આપણી આદિવાસી સમાજની સાંસ્કૃતિક વારસો વિસરાઈ રહ્યો છે અને જેનું જતન કરવું એ આપણી ફરજ ફરજ બને છે. જેથી જ આ “આદિવાસી સાંસ્કૃતિક વારસો” પુસ્તકમાં આપણી સંસ્કૃતિની વાતો મુકવાનો મારો પ્રયાસ છે .અને જેના થકી આપણે આવનારી પેઢી ને આપણી સંસ્કૃતિ થી વાકેફ રાખી શકીએ..

જસવંત ભીંસરાએ બાળકોને અભ્યાસ સાથે ઇતર સાહિત્ય સંદર્ભ નો ઉપયોગ કરી વાંચન કેળવવાની વાતો કરી હતી. મોહનભાઇ ખાંડરા એ બાળકોને આદિવસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. બાબુ ચૌધરી એ “દમણગંગા ટાઇમ્સ “દૈનિક પત્ર વાંચવા માટે અનુરોધ કરી બાળકોને અભ્યાસ સાથે નવી દિશા અને વાંચન સાથે સાહિત્ય પ્રત્યે રસ ઉભો કરવા જણાવ્યું હતું. ડૉ. જગદીશ ખાંડરા કૃત”આદિવસી સાંસ્કૃતિક વારસો”પુસ્તક એન.આર.રાઉત લાઈબ્રેરી ખાતે ભેટ આપી હતી. આ પ્રસંગે હાઈસ્કૂલના શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.