ઉમરગામ: આજરોજ વલસાડ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ તાલુકા યુવા સંગઠન અને આરોગ્ય વિભાગ ઉમરગામ ના સંયુક્ત ઉપક્રમે ઉમરગામ કન્યાશાળા ખાતે તા. 26 ડિસેમ્બર ના રોજ આયુષ્માન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ચાલતી માઁ અમૃતમ યોજનાનું આયુષ્માન કાર્ડમાં વિલીનિકરણ થતાં તેમજ યોગ્ય માહિતીના અભાવે લોકો આયુષ્માન કાર્ડ માટે ધરમધક્કા ખાતા હતાં. જે માટે આજરોજ ઉમરગામની પ્રજાને સરળતાથી યોજનાની માહિતી અને કાર્ડ બંને તે માટે એક મેગા કૅમ્પનું આયોજન ઉમરગામ ટાઉન કન્યાશાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકાની કુલ 11 કીટ મારફત 320 થી વધુ પરિવારોને આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ સરળતાથી બનાવી આપ્યા હતાં.
ઉમરગામ તાલુકા યુવા સંગઠનના પ્રમુખ રાહુલ ભંડારી એ જણાવ્યું હતું કે..
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય આરોગ્ય અધિકારી રૂપેશ ગોહિલ, યુવા સંગઠન પ્રમુખ રાહુલ ભંડારી, જયેશ ભંડારી, પંકજ સીંગ, હેમલ માછી, મનોજ ઝા, સંદીપ સુથાર, સંજય રાઠોડ, શિવાંગ ભંડારી, અમિત ઈંડુલકર, ભૌતિક ભંડારી, યોગેશ કવા, ભૂમિત ભંડારી સતીશ ઈનામી, બાબુ પાટીલ તેમજ યુવા સંગઠનના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

