નાની નાની વાતોમાં ખોટું લગાડી આજના યુવાનો તેને હલ કરવાનું ટાળી બસ આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે આવા જ બે કિસ્સાઓ બે અલગ-અલગ જગ્યાઓ પરથી બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાના સામે આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પાલનપુર જકાતનાકામાં રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને રહસ્યમય સંજોગોમાં તો પાંડેસરામાં રસોઇ બાબતે માતાએ ઠપકો આપતા ધો.9 ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. બાબુભાઈ પરમાર અને પત્ની તેમના 15 વર્ષીય પુત્રી સોનલ સાથે રહે છે તેઓ મજૂરી કરીને તેનું ભરણ પોષણ કરતા હતા. સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. મમ્મી પપ્પા મજુરી માટે ગયા ત્યારે સાંજે સોનલે ‘મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’ એવી સુસાઇડ નોટ લખી સાંજે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
સાંજે બાબુભાઈ પરમાર અને તેમના પત્ની ઘરે આવતાં ઘટનાની જાણ થતા જ તેમના માથે આભ તૂટી પડયું હતું.થોડા સમય બાદ આ ઘટના વિષે રાંદેર પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં આ બનાવની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પુત્રીના આપઘાતના સમાચાર પિતા બાબુભાઇ ડિપ્રેશન આવ્યાના કારણે હાલમાં તેઓ રાંદેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

