ચીખલી: ચીખલી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા હેરિયર કારના ચાલકે પોતાના કબ્જાની કાર ચીખલી ચાર રસ્તા ઓવરબ્રિજ હાઇવે પાસેથી જાહેર રોડ ઉપર કાર મૂકી ભાગી છૂટયા હતો આમ પોલીસે રૂ.13.10 લાખના દારૂ જથ્થા સાથે કાર ઝડપી પાડી હોવાનું બહાર આવ્યું છે.
Decision Newsને મળેલી વિગતો અનુસાર ચીખલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે તાલુકાના બલવાડા ગામે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી મુજબની ટાટા હેરિયર કાર નં જીજે-15-સિકે-6554 આવતા જેને ઉભી રાખવાનો ઈશારો કરતા કારના ચાલકે પોતાના કબ્જાની કાર બલવાડાથી ઉંડાચ તરફ જતા રોડ ઉપર હંકારી લેતા પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કરતા હેરિયર કારના ચાલકે પોતાના કબ્જાની કાર ચીખલી ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે જાહેર રોડ ઉપર કાર મૂકી ભાગી ગયા હતા.
તપાસમાં બહાર આવેલ યશ ઉર્ફે બાબલો હસમુખ પટેલ (રહે.મોટી વાંકલ દમણ અને દિવ્યેશ ઉર્ફે દિવ્યો દિપક પટેલ (રહે. રેટલાવ મોગરા ફળીયા લિટલ ફલાવર સ્કૂલની પાછળ, કબ્રસ્તાનની બાજુમાં તા.પારડી જી.વલસાડ) નામના કાર ચાલક અને તેના સાથી નાસી જનાર બંનેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ:1206 જેની કિંમત રૂ.1,10,750/- તેમજ ટાટા હેરિયર કારની કિંમત રૂ.12 લાખ મળી કુલ્લે રૂ.13,10, 750/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ PSI-ડી.આર.પઢેરિયા કરી રહ્યા છે.

