આપણે સામાન્ય રીતે જોઈએ તો છોકરીઓ કે છોકરાઓમાં બાળપણથી કિશોરાવસ્થા દરમિયાન ઘણા શારીરિક ફેરફારો થાય છે. પરંતુ તમે એ જાણીને હેરાન થઇ જશો કે એક એવું ગામ છે જ્યાં 12 વર્ષ પછી છોકરીઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે. આ અનોખા ગામમાં જેમ-જેમ છોકરીઓ મોટી થાય છે તેમ-તેમ તેમના શરીરમાં છોકરાઓ જેવા બદલાવ આવે છે.
ડોમિનિકન રિપબ્લિકમાં એક ગામ છે જ્યાં છોકરીઓ મોટી થઈને છોકરા બને છે. લા સેલિનાસ ગામ નામના આ ગામને લોકો શાપિત ગામ માને છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય શોધી શક્યા નથી. અહીંની છોકરીઓમાં ચોક્કસ ઉંમર પછી લિંગ પરિવર્તન થાય છે. એક રિપોર્ટ અનુસાર, આ ગામની છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરાઓમાં ફેરવાઈ જાય છે. આ ગામની વસ્તી માત્ર 6 હજાર છે. આ નાનકડું ગામ વિશ્વના સંશોધકો માટે સંશોધનનો વિષય બની રહ્યું છે. છોકરીઓ સાથે આવું કેમ થાય છે તેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.
ઘણા લોકો કહે છે કે, આ ગામમાં કોઈ અદ્રશ્ય શક્તિ છે. તે જ સમયે, કેટલાક વડીલો ગામને શાપિત માને છે. છોકરીઓના છોકરા બનવાની વિચિત્ર બીમારીથી આ ગામના લોકો ખૂબ જ પરેશાન છે આ ગામમાં આવા બાળકોને ‘ગ્વેડોચે’ કહેવામાં આવે છે આ અનોખા રોગ વિશે તબીબોનું કહેવું છે કે, આ રોગ ‘જિનેટિક ડિસઓર્ડર’ છે. સ્થાનિક ભાષામાં આ રોગથી પીડિત બાળકોને ‘સ્યુડોહર્માફ્રોડાઈટ્સ’ કહેવામાં આવે છે. આ બીમારીને કારણે છોકરીઓનો અવાજ ભારે થવા લાગે છે અને શરીરમાં એવા ફેરફારો આવવા લાગે છે જે ધીમે-ધીમે છોકરીમાંથી છોકરો બની જાય છે. તે વિશ્વભરમાં સંશોધનનો વિષય બન્યો છે.

