કપરાડા: વર્તમાન સમયમાં જિલ્લાઓના યુવોઓમાં ક્રિકેટનો જોવા મળે ત્યાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દિક્ષલ ગામના રમતપ્રેમી યુવા મિત્રો તેમજ સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગામના રમતપ્રેમી યુવા મિત્રો, દિક્ષલ ગ્રામ પંચાયત  તેમજ સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆત ગામનાં સરપંચશ્રી પાંડુ ભાઈ માહલા દ્વારા આદિવાસી લોકનાયક ભગવાન બિરસમુંડાની પૂજાથી કરી હતી.

આ નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વલસાડ અને અતુલ ગામ વચ્ચે રમાય હતી જેમાં બંને ટીમના ખેલાડીઓએ પોતાની ટીમને વિજય અપાવવા માટે પોતાનું શ્રેષ્ઠ પર્ફોમશ દેખાડ્યું હતું અને આખરે આ ખરાખરીની જંગમાં વલસાડની ટીમ વિજેતા બની હતી.