વાંસદા: દક્ષિણ ગુજરાતમાં લોકનેતા તરીકે ઉભરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર જ્યારે ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન હુમલો થાય છે એની ફરિયાદ પણ પોલીસ પ્રશાસન દ્વારા ચાર-પાંચ કલાકની ભારે જહેમત બાદ સ્વીકારવામાં આવે છે અને ત્યાર બાદ પણ આરોપીઓની ધરપકડ થતી નથી આરોપીઓની ધરપકડ કરવાની માંગને લઈને લોકો રસ્તા પર ઉતરી આવે છે આટલું બધું થયા છતાં કોગ્રેસનો પ્રદેશ લેવલનો કે રાજ્ય લેવલના એક પણ નિવેદન કે ટ્વીટ નથી આવતું ત્યારે લોકો પૂછી રહ્યા છે કે કોંગ્રેસ આખરે ચૂપ કેમ છે..
ગઈકાલે આદિવાસી લોકનેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલામાં આરોપીઓની ધરપકડ કરવાને લઈને મહિલાઓએ રેલી યોજી તાલુકા સેવાસદન ખાતે આવેદનપત્ર આપ્યું તે દરમિયાન Decision News સાથે વાત કરતા આ ઘટનાને લઈને મહિલાઓએ અફસોસ વ્યક્ત કર્યો હતો ઘણી મહિલાઓનું કહેવું હતું કે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતા તરીકે નામાનાપ્રદ અને કોગ્રેસના ધારાસભ્ય જ્યારે સુરક્ષિત નથી તો અમારા જેવી સામાન્ય મહિલાઓનું શું ગજું ? આટલા વિરોધ છતાં તંત્ર અન સંભાળતું નથી અને કોગ્રેસના કોઈ મોટા નેતા પણ આ મામલામાં પોતાનું નિવેદન આપતા નથી ! કેમ ચૂપ છે આ બધા ?
તેમનું કહેવું હતું કે અમારા દરેક સુખ દુઃખમાં સાથે રહેનારા અમારા નેતાને જ્યારે ન્યાય ન મળતો હોય ત્યારે અમારું કાળજું રુવે છે જો આવી જ રીતે ચાલશે તો આવનારા સમયમાં અમે અમારા નેતાના ન્યાય માટે મેદાનમાં ઉતરીશું તો તંત્રની ઉંઘ હરામ થઇ જશે.