વાંસદા: આજની ન્યુ જનરેશનની પોતાની આવડતને બીજા જોડે વહેચવાની જે ભાવના પ્રગતી રહી છે તેનાથી સમાજ વિકાસની દિશા નક્કી સાકાર કરી શકાય આ વાક્યને સાર્થક કરતા હોય એક કિસ્સો વાંસદાના સરા ગામમાં જોવા મળ્યો હતો જેમાં હાલમાં PI તરીકેનો હોદ્દો લઈને આવેલા કિરણ પાડવી કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતાં ૭૦ થી ૮૦ જેટલાં આદિવાસી સમાજનાં યુવક યુવતીઓને માર્ગદર્શન આપતા જોવા મળ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદા પી.આઈ કિરણ પાડવીએ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના સરા ગામ ખાતે પી.એસ.આઈ. અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતાં ૭૦ થી ૮૦ જેટલાં આદિવાસી સમાજનાં યુવક યુવતીઓને માર્ગદર્શન આપ્યું હતું. પી.આઈ. કિરણ પાડવીએ કાયદાકીય બાબતો તથા પ્રાથમિક પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવીએ બાબતે ઊંડાણપૂર્વક ઉમેદવારોને સમજણ આપી હતી.
આ પ્રસંગે વાંસદા પો.સ્ટેનાં અ.હે.કો. નીતિન ગામીત પણ હાજર રહી એમના દ્વારા પણ પરીક્ષાર્થીઓને હિમત રાખી અસફળતા વિરુદ્ધ લડી સફળતા મેળવવાનો બોધપાઠ આપ્યો હતો.

