ગુજરાત: કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ લઈને સમગ્ર ગુજરાતમાં જ્યારે ભયનું વાતાવરણ ફેલાયું છે હાલમાં રાજ્યમાં ઓમિક્રૉનનાં કેસ વધીને 30 નજીક પહોંચી ગયા છે અને ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયમાં કેટલાક નવા નિયંત્રણો લાગુ કરવામાં આવી કરી શકે છે.
કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના તમામ રાજ્યોને કડક નિયમો લગાવવા માટે આદેશ આપ્યા હતા. ગઇકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પણ હાઇલેવલ મીટિંગ કરીને કેટલાય આદેશ આપ્યા છે. ત્યારે દિલ્હી, મધ્ય પ્રદેશ અને તેલંગાણા સહિતનાં રાજ્યોમાં કડકાઈથી નિયમો તો લાગુ પણ થઈ ગયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ 31st માટે કડક નિયમો જાહેર કરવામાં આવે તેવી માહિતી મીડિયા રીપોર્ટમાં મળી રહી છે.
એવું જાણવા મળ્યું છે કે 31 ડિસેમ્બરે જાહેરમાં થતી ઉજવણી પર કડક નિયંત્રણ લગાવવામાં આવી શકે છે અને સાથે જ હોટલ તથા રેસ્ટોરન્ટને લઈને કેટલાક કડક નિયમો બનાવવામાં આવી શકે છે. ઓમીક્રોનની સ્થિતિ જોઇને કોર્ટનું કહેવું છે કે કોવિડની બીજી લહેરથી બોધપાઠ લઈને દેશમાં ચૂંટણી સ્થગિત કરવી જોઈએ.