નવસારી-વલસાડ-ડાંગ: હાલમાં બે દિવસ પહેલા ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન પરિણામ જાહેર થવાના ટાણે તાલુકાના અનેક મતગણતરી કેન્દ્રો પર હજારોની સંખ્યામાં ભેગી થયેલી ભીડના કારણે કોરોના વેરિયન્ટ ઓમિક્રોન દર્દી ઉછાળો આવે તો નવાઈ નહિ.
ઉલ્લેખનીય છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની ત્રીજી લહેર આવવાની દહેશત વચ્ચે પંચાયતની ચૂંટણીના પરિણામના જાહેરનામા સમયે અનેક મતગણતરી કેન્દ્રો હજારોની ભીડ એકથી થઇ હતી. ત્યારે આ પંચાયત ચૂંટણીનું પરિણામ કોરોના દર્દી ઉછાળો નહિ લાવે તો સારું ! એવું આરોગ્ય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. કેમકે ત્યાં કોઈ માસ્ક નહિ કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહિ, ભીડ નિયંત્રણના જાહેરનામાનો પણ તંત્રની હાજરીમાં જ ભંગ જોવા મળ્યો હતો. Decision Newsએ લીધેલી મુલાકાતમાં વાંસદા-ચીખલી ધરમપુર- કપરાડા- આહવા વગેરે તાલુકાના મતગણતરી કેન્દ્રો પર કોરોના ગાઈડ લાઈનનું પાલન જોવા મળ્યું ન હતું. જુઓ વિડિઓમાં..
મતગણતરી કેન્દ્રો હજારોની સવાર થી લઈને સાંજ સુધી ભીડનો જમાવડો જોવા મળ્યો હતો અમુક ને તો માસ્ક સુધ્ધાં પહેર્યા ન હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સની તો શું વાત કરવી. અને એ જાણી ને નવાઈ પામશો કે બહાર તો આ હતું પણ મતગણતરી કેન્દ્રની અંદર પર કોરોનાની ગાઈડ લાઇન ભુલાયાના દ્રશ્યો સર્જાયેલા હતા.











