કપરાડા: દેશ-રાજ્ય અને હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આંબાજગલ ગામમાં નાઇટ ઓપન પ્લાસ્ટિક કિકેટ ટુનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આંબાજગલ ગામમાં રાખેલ નાઇટ ઓપન પ્લાસ્ટિક કિકેટ ટુનામેન્ટમાં 62 ટીમ થી વધુ ટીમોએ ભાગ લીધો હતો તેમાં ફાઈનલ મેચ ટાકપાડા VS. friend forever વચ્ચે ફાઈનલ મેચ રમાઇ હતી તેમાં friend forever ટીમ ચેમ્પિયન્સ બની હતી અને ટુનામેન્ટના આયોજકોએ પ્રથમ ઈનામ 5 000 હજાર અને બીજું ઈનામ 2500 આપવામાં આવ્યું હતું.

આંબાજગલ ગામના ટુનામેન્ટના આયોજક આદિવાસી યુવાનોનું કહેવું હતું કે ગામમાં યુવાનોમાં એકતા જળવાઈ રહે અને ક્રિકેટમાં રસ ધરાવતા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એવા ઉદ્દેશ સાથે આ કિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.