ચીખલી: ગતરોજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીના પર્વના દિવસે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં  મતદાન પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ થઈ ત્યારથી લઈને સાંજ સુધી મતદાતાઓ પણ ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો પર લોકોની કતારો જોવા મળ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ સવારથી સાંજ સુધીના થયેલા મતદાનમાં વોર્ડ પ્રમાણે માહિતી મેળવીએ તો ડુંગરપાડાના ૧ વોર્ડમાં 346 2. વોર્ડ 347 3. વોર્ડમાં 403 4. વોર્ડ 472 5. વોર્ડમાં 492, તાડપાડાના  6. વોર્ડમાં 449 7. વોર્ડમાં 369 8. વોર્ડમાં 300 સિંગળવેરીના 9.વોર્ડમાં 367 10. વોર્ડમાં 452 મતદારો એ પોતાનું પવિત્ર મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવો જોઈએ ગ્રાઉન્ડ રીપોર્ટ આ વિડીયોમાં..

માંડવખડક ગામની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની આ વખતની ચુંટણીમાં વલ્લભભાઈ, સુનીલભાઈ, હિતેશભાઈ, અર્જુનભાઈ, ઓજસભાઈ અને ઠાકોરભાઈ એમ 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. હવે ગઈકાલે લોકો દ્વારા કરાયેલા ભારે સંખ્યામાં મતદાનમાં લોકો વિજયી તાજ કોને પહેરાવશે અને માંડવ ખડકનો ભાવી સરપંચ કોણ હશે એ તો 21 ડીસેમ્બરના રોજ જ નક્કી થશે. બધા જ ઉમેદવારોએ પોત-પોતાના જીતની અપેક્ષા દર્શાવી છે.