નવસારી: આજે નવસારી 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરશે આમ તો જિલ્લામાં કુલ 308 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેર કરાઈ હતી પણ ફોર્મ ખેંચાયા બાદ 35 ગ્રામ પંચાયતો સમરસ થઈ અને અન્ય 4 માં ચુંટણી ન થવાના સંજોગો વચ્ચે હાલમાં 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે 744 અને વોર્ડ સભ્યો માટે 3919 ઉમેદવારો રેસમાં છે.

Decision Newsએ મેળવેલી વિગતો અનુસાર સૌથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી વાંસદા અને ચીખલી તાલુકામાં યોજાઈ રહી છે. અહીં કુલ 754 મતદાન મથકો (બુથ) ઉભા કરાયા છે જેમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઇ 106 બુથ સંવેદનશીલ પણ જાહેર થયા છે.

વાંસદા-ચીખલીમાં મતદાન મથકોની લીધેલી મુલાકાતોમાં જાણવા મળ્યું છે કે કોવિડને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાતાને મતદાન વેળા ‘ગ્લોઝ’, બુથ ઉપરના કર્મચારીઓને માસ્ક અને આરોગ્યના કર્મચારીઓ ટેમ્પરેચર ગનથી મતદાતાની તપાસ થશે આ ઉપરાંત મતદાન બુથો સેનેટાઈઝ પણ કરાયાનું કહેવામાં આવી રહ્યું છે. આજે 269 પંચાયતોની ચૂંટણી માટે કુલ 567743 મતદારો મતદાન કરશે જેમાં 284806 પુરૂષ મતદારો અને 282935 સ્ત્રી મતદારો છે. અન્ય બે મતદાર પણ સામેલ છે.