દક્ષિણ ગુજરાત: છેલ્લા 10-12 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં દુધ પીવડાવ્યા બાદ બાળકના મોત થવાના કિસ્સા પ્રકાસમાં આવી રહ્યા છે. ત્યારે પરિવારના સભ્યો મુંઝવણમાં મુકાયા છે કે બાળકોને દૂધ પીવડાવવામાં કાળજીનો અભાવ કે અન્ય કોઇ કારણ છે ?
Decision Newsને મળેલી માહિતી મુજબ નવી સિવિલમાં અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતા અફસાના સાદીક મન્સુરીનો એક માસનો પુત્ર અબ્દુલ કાદીરને તેની માતાએ ચમચીથી દુધ પીવડાવ્યુ હતુ. બાદમાં બાળક બેભાન થઇ જતા ચિંતામાં મુકાયેલી માતા અને પરિવારજનો બાળકને નવી સિવિલમાં લઇ આવ્યા હતા. પણ ડોકટરે બળાકને મૃત જાહેર કર્યો હતો. જાણકારી મળ્યા પ્રમાણે દૂધ પીધા બાદ બાળકના મોતની આઠ દિવસમાં સુરતમાં બનેલી આ ત્રીજી ઘટના છે. તા.૧૧મીએ સવારે ઝાંપાબજાર બદરી રોડ પર રહેતા નિશાસીંગ રાજપૂતના ૪૦ દિવસના પુત્ર કાર્તિકને સ્તનપાન કરાવી સૂવડાવ્યા બાદ તે સવારે જાગ્યો જ નહોતો. સિવિલમા તેને મૃત જાહેર કરાયો હતો. પાંડેસરા સ્વામીનારાયણનગરમાં બે માસના બાળક મિહીર સંદિપસીંગને વહેલી સવારે માતાએ દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઇ જતા સિવિલમાં લવાયો હતો. પણ મૃત જાહેર કરાયો હતો. હવે ગતરાતે અમરોલીમાં વધુ એક બાળકનું મોત થયું છે. આવો જ એક કિસ્સો વલસાડમાં પણ થયા હોવાનું જાણવા મળ્યું છે.
નવી સિવિલના બાળકો વિભાગના વડા ડો. સંગીતાબેન ત્રિવેદીએ કહ્યુ કે દુધ બાળકના જઠર માંથી અન્નનળીમાં પાછુ જાય છે. ત્યારે ફેફંસામાં જતુ હોવાથી શ્વાસ રૃંધાવાથી મોત થવાની શકયતા છે. જેને તબીબી ભાષામાં મિલ્ક એસ્પીરેશન કહેવાય છે. રડતુ બાળક શાંત પડયા પછી તેને દુધ કે ખોરાક આપવો જોઇએ. સ્તનપાન વેળા બાળકને પેટમાં હવા થતી હોય છે તેથી સ્તનપાન બાદ બાળકને ખભા પણ મુકીને હવા ઓડકારરૃપે બહાર ન નીકળે ત્યાં સુધી પીઠ થાબડવી. બાળકને નાક દબાવી કે બે પગની વચ્ચે દબાવીને ખોરાક કે કશું આપવું જોઇએ નહી.

