ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ગ્રામપંચાયતની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે. ત્યારે વહેલી સવારથી મતદાતાઓ પણ ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો પર કતારો લગાવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગામના યુવા મતદારો સહિત દિવ્યાંગ મતદારો અને 100થી વધુ ઉંમરના લોકો પણ અનેક મુશ્કેલીઓ વેઠી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા જેમાં મગનભાઈ રૂપાભાઈ પટેલ , શાંતાબેન કીકા ભાઈ પટેલ બંને ૧૦૦ થી વધુ ઉંમરના હતા, કેટલાક ગ્રામજનો ધંધો રોજગાર નોકરી પર ગયા હતા તેઓ પણ સાંજના સમયે મતદાન મથકે સમયસર પહોંચી મતદાન કર્યું હતું.
વહેલી સવારથી તંત્ર દ્વારા શાંતિસર મતદાન થઇ શકે તે માટે પોલીસ જવાનો પણ ખડકી દેવામાં આવ્યા હતા. બોગસ મતદાન ના થાય એ માટે પણ જાગૃત ગ્રામજનો દ્વારા તકેદારીઓ રાખવામાં આવી હતી અને સંપૂર્ણ મતદાન રીતે શાંતિમય રીતે પૂર્ણ થયું હતું.

