ગુજરાત: ધીમે ધીમે ગુજરાતમાં સ્કૂલોમાં ફરી એકવાર કોરોના ભય જોવા મળી રહ્યો છે, કેમ કે છેલ્લા બે દિવસમાં સ્કૂલોમાં 60 જેટલી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે ત્યારે રાજ્યના તમામ જિલ્લોમાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને અમુક જિલ્લોમાં જ્યારે સ્કૂલોને 1 અઠવાડીયા સુધી બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.
સંચાલકો દ્વારા મીડિયાને જણાવ્યા અનુસાર પરિવારના કોઈ સદસ્ય કોરોના સંક્રમિત થતા બાળકો પણ કોરોના સંક્રમિત થયા હતા અને બાળકો એ દિવસે સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.હાલમાં ચારેય વિદ્યાર્થીની હાલત સ્થિર છે. નિરમા વિદ્યાવિહારે સ્કૂલ બિલ્ડિંગ સેનિટાઇઝ કર્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વડોદરામાં 14 કેસ સુરતમાં 5 કેસ રાજકોટમાં 13 કેસ અમદાવાદ 08 કચ્છ 7 જામનગર 3 નવસારી 3 પોરબંદર 1 વલસાડ 2 ભરૂચ 1 ભાવનગર 1 જુનાગઢ 1 મહેસાણા 1 નોંધાયા છે

