વલસાડ: વલસાડ પોલીસના પેરોલ ફર્લો સ્ક્વોદે સરકાર કે સંબધિત તંત્રની મંજૂરી વિના ડ્રિમ 900 પ્લાન નામથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરતા ત્રણ ઇસમોને બાતમીના આધારે મોટાપોઢા નહેર નજીકથી પકડાયાની ઘટના બહાર આવી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ ડ્રિમ 900 પ્લાન નામથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરતા ત્રણ ઇસમોને બાતમીના આધારે મોટાપોઢા નહેર નજીકથી પકડતા મોંઘીદાટ ફોરચુનર કાર, સ્કીર્પિયો, રોકડા રૂ.3.66 લાખ, મોંઘા ડાટ 5 મોબાઈલ મળી કુલ રૂ.55.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસે ઉમેશ સુરેશ ભાઈ પટેલ રહે. કાકડ કોપર, તા.કપરાડા, અજય કુમાર નટુભાઈ પટેલ રહે અભેટી, તા.કપરાડા અને શ્યામલ નરેશ ભાઈ પટેલ રહે મોટપોઢા તા. કપરાડાની ધરપકડ કરી છે. સાથે સામેલ  ભાગ્યેશ પટેલ રહે. રૂમલા અને વિશાલ ભાઈ રહે અગાસી સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે અજય કુમાર નટુ પટેલની જપ્ત કરેલી રૂ.35 લાખની ફોર્ચનર કારમાંથી લેપટોપ બેગમાંથી રૂ.1, 40, 120,રોકડા બેક પાસબુક, ડેબિટ, પ્લેટિનમ કાર્ડ, પાન કાર્ડ, કબ્જે કર્યા હતા. જ્યારે સ્કોર્પિયો કારમાંથી એક લેપટોપ, રોકડા 2,26,830, બે રબબર સ્ટેમ્પ, ડેબિટ કાર્ડ, પાન કાર્ડ, કબ્જે કર્યા હતા. ઘટનામાં હજુ મોટા માથાઓ અને રોકાણ કરાવનારા પણ પોલીસની નજરમાં હોવાનું જાણવા મળ્યું છે.