અંકલેશ્વર: પાનોલી GIDC માંથી એક સગીરા ગુમ થવાની જાણવા જોગ ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવા આવી છે. બે મહિના થવા આવ્યા પરંતુ પોલીસે કોઈ તપાસ કરી નથી તેવા આક્ષેપ પરિવારજનોએ કર્યાની ઘટના સામે આવી છે.
પાનોલી GIDC માંથી તારીખ 15. 10. 2021 ના રોજ એક સગીરા ગુમ થઈ હતી તેની જાણવા જોગ ફરિયાદ તારીખ 20. 10. 2021 ના રોજ અંકલેશ્વરના રૂલર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી પરંતુ આજે ઘણા દિવસો વીતી ગયા છે પરંતુ પોલીસ દ્વારા સગીરાનું કોઈ પત્તો લાગ્યો નથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અંકલેશ્વર GIDC અને દહેજ તેમજ ભરૂચ તપાસ કરવામાં આવી હતી પરંતુ તે વિસ્તારમાંથી આ સગીરા મળી આવેલ નથી તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ પાનોલી GIDC માં કડિયા કામ કરવા માટે તેના ભાઈ સાથે આ સગીરા કામ કરવામાં આવી હતી પરંતુ તારીખ 15. 10. 2021 ના રોજ ત્યાંથી ગુમ થઈ હતી કે નહી તેના ભાઈએ સગા સંબંધીઓને ત્યાં જઈ પૂછપરછ કરતા તે સગીરા ત્યાં મળી આવેલ નથી તારીખ 20. 10. 2021 નારોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે
ગુમ થયેલ ભાનુબેન આજે કેટલા દિવસો વીતી ગયા પરંતુ આજ દિવસ સુધી મળી આવેલ નથી. સગીરાના ભાઈના નંબર અજાણ્યા નંબર 22.11.2021 ના રોજ તેની બહેનનું મુત્યુ થયું હોવાની હાલતમાંના બહેનનો ફોટો મોકલવામાં આવ્યો હતો એને લઇ પરીવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે તારીખ 15.10. 2021 ના રોજ સગીરા ગુમ થઈ હતી આજે બે મહિના કરતાં વધુ સમય થઈ જવા છતાં કોઈ પ્રકારના પોલીસ દ્વારા પગલા લેવામાં આવ્યા નથી અને સગીરાના ભાઈના મોબાઈલ નંબર પર 22.11.2021 ના રોજ એક અજાણ્યા નંબરથી તેના બહેનનું મૃત્યુ થયું હાલતમાં વોટ્સ એપ દ્વારા મોકલવામાં આવેલ ત્યાર બાદ પરિવારજનો કહે છે કે આ કોનો નંબર છે તેની પુષ્ટિ થાય અને તેની ગિરફ્તારી થાય તેના માટે 24.11.2021 ના રોજ પોલીસ જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેને લઇ આજે તેના પરિવારજનો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા અને તેમને મીડિયા સમક્ષ પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. હવે જોવાનું રહ્યું છે કે આ સગીરાના આરોપીને ઝડપી પાડવામાં આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે.
BY નયનેશ તડવી

