ચીખલી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અનેક પ્રયત્નો છતાં પણ ભ્રષ્ટાચાર માં વધારો થઈ રહ્યો છે આવો જ એક બનાવ નવસારી જિલ્લાના ચીખલી મામલતદાર કચેરીમાં મહિલા કારકુનને એન્ટીકરપશન બ્યુરો દ્વારા એક હજાર રૂપિયાની લાંચ માંગવાના ગુનામાં રંગેહાથ ઝડપાયાનો કિસ્સો સામે આવ્યો છે
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી મામલતદાર કચેરીમાં મહિલા કારકુનને શહેના ઈમ્તિયાઝ મિર્ઝા એક જાગૃત નાગરિક પાસે અરજી સામે એક હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. વિગતે જોઈએ તો ફરિયાદીની વડીલો પાર્જીત જમીન આલીપોર ગામ ખાતે આવી છે. જમીનના બ્લોક તથા સર્વ નંબરોની જૂના ગણોત નિકાલ કેસોની હુકમની નકલની જરૂર હતી. અરજીના હુકમો આપવાના અવેજ પેટે આ કામના આરોપી મહિલા કારકુન ફરિયાદી પાસેથી રૂપિયા 1 હજારની લાંચની માગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ સી બી એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી 1 હજારની લાંચની માગણી કરી હતી અને રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા.
હાલમાં આરોપીને ACB એ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ટ્રેપિંગ એન.કે. કામળીયા, પો.ઇન્સ. નવસારી ACB સ્ટાફએ લાંચ કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં સુપરવિઝન એન.પી. ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.