છોટાઉદેપુર: નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલ લીંડા મોડલ રેસીડેન્સી સ્કૂલમાં 1400 થી વધુ વિધાર્થીઓના જમવામાં ઈયડ અને જીવડાં નીકળતા ત્રણ દિવસથી બાળકો ભૂખ્યા પાણી પી દિવસો નીકાળે છે. વિધાર્થીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરતા પ્રિન્સિપાલ પેટનું પાણી હલતું નથી. જેને લઈને હોબાળો મચતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના લીંડા ગામે સરકાર દ્વારા રેસીડેન્સીમાં નસવાડી એકલવ્ય સ્કૂલ, અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા, ધૂટીઆંબા, ધારસિમેલ,પીસાયતા પાંચ સ્કૂલ ચલાવામાં આવે છે જેમાં આદિવાસીના બાળકો ભણતર માટે ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ રહે છે અને આ બાળકોને જમવા અને નાસ્તા માટે એક બાળક દીઠ સરકાર ૯૪ રૂપિયા જેટલી રકમ આવે છે પરંતુ રેસીડેન્સી સ્કૂલના ગેરવહીવટનેં લઈ વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બાળકો આપવામાં આવતા ભોજનમાં જીવડાં ઈયડો નીકળે છે વિધાર્થીઓ ફરિયાદ કરી છે કે જમવામાં કોઈ ગુણવત્તા હોતી નથી દાળ પાણી, ભાત ઠીલું હોય છે રોટલી કાચી હોય છે અને રોટલી બનવા ક્ષરવાનો અને પગથી લોટ બનાવે છે જેવી બાળકો આક્ષેપ મુક્યા છે બાળકો જમતા બીમાર પડે છે છેલ્લા ત્રણ દિવસમાં બાળકો થી સહન ન થતા ઈયડ અને જીવડાં વાળું ભોજન બહાર ફેંકી દેવા મજબુર બન્યા છે અને ત્રણ દિવસથી જમ્યા વગર ભૂખ્યા પેટે પાણી પી દિવસો નીકળી રહ્યા છે જયારે પ્રિન્સિપાલ ફરિયાદ કરતા જોવા પણ આવતા નથી આદિવાસી વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સરકાર અને તંત્રના ભરોશે રેસીડેન્સી સ્કૂલમાં મૂકે છે પરંતુ તંત્ર તેઓને જાનવર કરતા પણ ખરાબ જમવાનું આવતા હોવાથી વિદ્યાર્થી આક્રોશ જોવા મળ્યો છે.

લીંડા મોડલ રેસીડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓ સૂચના બોર્ડ પર પોતાની વ્યથા લખવા મજબુર બન્યા છે તેઓ જણાવે છે કે
દરરોજના ભોજનમાં શાકમાં ઈયડ છે તો દાળ ખાવાનું વિચાર્યું અને તો દાળમાંથી પણ ઈયડ નીકળી ભાત ખાવાનું વિચાર્યું તો ભાત પણ ઢીલું હતું અને રોટલી ખાવાનું વિચાર્યું કાચી જાડી બળેલી હોય તો અમારે ખાવાનું શું? દરરોજ દરરોજ તમે આવું ખાવાથી બધા બિમાર પડે છે એટલે કે કોઇ ખાતું નથી તો અમારે પાણી એટલે જ પીવાનું પ્રિન્સિપાલને કહીએ તો પ્રીન્સીપાલ પણ સાંભળતા નથી અને સવારનો સાંજનો પણ નાસ્તો અડધું ચમચૂં આપે છે દૂધમાં પાણી નાખીને આપે છે પછી અમારે કરવું શું ?

વર્ગમાં વિદ્યાર્થિની સાથે વાતચીત કરતા વિદ્યાર્થીઓની આંખ ભીની થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ પોતાના મા-બાપ પરિવારથી દૂર રહી ભણતર મેળવી ઉજ્જવળ ભવિષ્યના સપના સેવી રેસીડેન્સી સ્કૂલમાં રહે છે પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે સારું ભોજન ન મળતા વિદ્યાર્થીઓ બીમાર પડે છે અને પ્રિન્સિપાલ પોતાના વાલીઓને મળવા પણ ના દેતા હોવાને લઈ વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓની આંખોમાં પાણી આવી ગયું હતું.

BY નયનેશ તડવી