વાંસદા: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના ઉનાઈ ચરવી ગામમાં નિશાળ ફળિયામાં ઘર નજીક રમી રહેલા એક બાળક પર દીપડા દ્વારા ઘાતકી હુમલો કરાતા માથામાં ઈજા થતા જ વાંસદાની ખાનગી શિવમ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દીપડા દ્વારા મોટા ભાગે મરઘા અને બકરાનો શિકાર કરતો હોય છે ત્યારે આ પ્રકારનો કિસ્સો બનવાના કારણે ગ્રામજનો ખેતીમાં કામ અર્થે જતા ડર અનુભવી રહ્યા છે હાલમાં દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા વાંસદા વન વિભાગ દોડતું થઇ ગયું છે અને પાંજરૂ ગોઠવી દીપડાને પકડી પાડવા કામગીરી હાથ ધરી લીધી છે.

હાલમાં દીપડાને પાંજરે પુરાવા વન વિભાગ દ્વારા સક્રિય થઇ આંજ્રું તો મુકાયું છે પણ જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ગ્રામજનો શાંતિની ઊંઘ નહિ લઇ શકે. હાલમાં દીપડાનો શિકાર બનેલું બાળક બહેતર હાલતમાં હોવાનું Decision Newsને જાણવા મળ્યું છે