ધરમપુર: ગતરોજ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ સુરત તાપી અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયારા હાથે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ઉકતા, સાદડવેરા અને ખપાટિયા ગામોમાં બાળકોને ગરમ સ્વેટર, વિધાર્થીનીઓ નવા ડ્રેસ અને મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ સુરત તાપી અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયારા હાથે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ઉકતા ગામની ઘોડમાલ પ્રાથમિક શાળામાં સવારના ૧૦:૦૦ વાગ્યે બાળકોને ૧૫૦ નવા સ્વેટર, સાદડવેરા ગામમાં ૧૧ વાગ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિધાર્થીનીઓને ૧૦૦ નવા ડ્રેસના કાપડ તેમજ ખપાટિયા ગામમાં ગામની મહિલાઓને ૧૨ વાગ્યાની આસપાસ ૨૫૦ બાહેનોને નવી સાડીનું વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું અને ગામના તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ સુરત તાપી અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ પદા અધિકારીઓ અને કાર્યકર્તાઓએ પોતાની હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

