ગુજરાત: છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે ત્યારે ગતરોજ 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 63 કેસ નોંધવામાં આવ્યા છે પરનું ચિંતાજનક છે કે આ કલાકમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ  ગુમાવ્યાનો વારો આવ્યો છે.

Decision News દ્વારા મેળવવામાં આવેલી માહિતી મુજબ હાલમાં અમદાવાદ કોર્પોરેશન 13, જામનગર કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન તેમજ વડોદરા કોર્પોરેશન 11, તો કચ્છ, નવસારી અને વલસાડમાં 3 કેસ નોંધાતા છે. રાજકોટ કોર્પોરેશનમાં 2 કેસ સામે આવ્યો છે. જ્યારે આણાંદ, બનાસકાાંઠા, ગાાંધીનગર કોર્પોરેશન, પંચમહાલ, રાજકોટ, અને વડોદરામાં 1 કેસ નોંધાયાનું જાણવા મળે છે.

અત્યારના મળતાં અહેવાલોમાં રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ વધીને 480 થયા છે. હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ વધતાં જતાં આકડાઓને કેવી રીતે નાથવાના પ્રયત્ન કરે છે.