ભરૂચ: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી હાઇવે ઓવરબ્રિજ પર ટ્રક ડિવાઇડર કૂદી રાજસ્થાન જતી લક્ઝરી બસમાં ઘુસી જતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં ૧૧ વર્ષીય પુત્રનું મોત, જયારે તેના માતા- પિતા સહીત ૬ મુસાફરો ને ઈજાઓ થઇ હોવાની વાતો સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સમયગાળામાં મુંબઈ થી રાજસ્થાન સ્લીપર કોચ બસ પસાર સાથે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર સુરત તરફ જઈ રહેલા ટ્રકના ચાલકના અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યાના કારણે તે બસની પાછળના ભાગે ટ્રક ધડાકાભેર ઘુસી ગયો હતો જેન લીધે ગંભીર અકસ્માત થયો હતો.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અકસ્માતમાં ૧૧ વર્ષીય પિયુષનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત થયું હતું અને અન્ય મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બસ ચાલાક ઉદિન શૈન ની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.