નવસારી: ગતરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ ચિત્ર સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ નવસારી જિલ્લામાં યોજાનાર 308 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 35 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે જેમાં વાંસદા અને ખેરગામ તાલુકામાં એક ગ્રામ પંચાયત સમરસ થઇ નથી જે ચર્ચાનો વિષય કહી શકાય.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લામાં 308 ગ્રામ પંચાયતોની યોજાઈ રહેલી ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્ય માટે ફોર્મ ખેંચવાનો દિવસ હતો તેમાં ચિત્ર સ્પષ્ટ થયું છે કે આ વખતે જિલ્લામાં કુલ 35 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગઈ હતી. જેમાં તાલુકા પ્રમાણે વાત કરવામાં આવે તો સમરસ ગ્રામ પંચાયતોની સ્થિતિ જોતા નવસારીમાં 16, જલાલપોરમાં 16, ગણદેવીમાં 2, અને ચીખલી તાલુકામાં 1 ગ્રામ પંચાયત સમરસ થઇ છે.
હવે 35 ગ્રામ પંચાયતો સમરસ થતાં 273 ગ્રામ પંચયતોની ચૂંટણી 19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી માટે મતદાન થશે. અને ચુંટણી આયોગના નક્કી કર્યા મુજબ 21 તારીખે મત ગણતરી થયા બાદ પરિણામ જાહેર થશે

