છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદના 41 ઉમેદવારી પત્ર અને સભ્ય પદના 62 ઉમેંદવારીપત્ર ખેંચાયા હતા. કુલ પાંચ સરપંચ અને 105 વોર્ડ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા. સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતો પૈકી આનંદપુરા ગ્રામ પંચાયત મહિલા સમરસ બન્યા છે. આ સિવાય સંખેડા તાલુકાની રતનપુર(ક), સનોલી, વાસણ સેવાડા અને દેરોલી ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક બિનહરીફ બની છે.
કુલ 312 વોર્ડની ચૂંટણી યોજાવાની હતી. જેમાંથી કુલ 104 વોર્ડ નિયમિત ચૂંટણીના બિનહરીફ બન્યા છે. આ સિવાય વડેલી ગ્રામ પંચાયતના એક વોર્ડની પેટા ચૂંટણી હતી તે પણ બિનહરીફ બને છે જેથી કુલ 105 વોર્ડ બિનહરીફ બન્યા છે. ઉમેદવારીપત્રક ખેંચવાના છેલ્લા દિવસ બાદ હવે હરીફાઈમાં કુલ 108 સરપંચ પદના અને સભ્યપદના 457 ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે.

