ગુજરાત: છેલ્લા દોઢ વર્ષથી બંધ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ થયા પણ બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રીથી વાલીઓ ફરી ચિંતામાં મુકાયા છે કે ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગોમાં બાળકોને મોકલવા કે નહિ ! આવો જોઈએ આ વિષે આપણા ગુજરાતના આરોગ્ય પ્રધાનનું શું કહેવું છે.
આરોગ્ય પ્રધાનનું કહેવું છે કે સરકારે તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે. વધુમાં કહ્યું કે, જો કોરોનાના કેસ વધશે તો ચર્ચા વિચારણા કરી સરકાર નિર્ણય લેશે.
હાલમાં રાજ્યમાં ઓમિક્રોનની અસર હોવાની પૃષ્ટિ થતા તંત્ર દોડતું થયું હતું. અને અમુક કિસ્સામાં બાળકો પણ આ વેરિએન્ટમાં સપડાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. આ વખતે સ્વાભાવિક છે કે વાલીઓની બાળકો પ્રત્યે ચિંતા વધે.તેમની માંગ છે કે નાના બાળકોની સુરક્ષા માટે સરકાર પગલા લે અને સ્કૂલ ઓન લાઈન શરુ કરે.

