ધરમપુર: ગતરોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીના 65માં મહાપરિનિર્વાણ દિવસ ધરમપુર તાલુકાના ગિરિજન અંધજન શાળા કરંજવેરી ખાતે અભ્યાસ કરતાં વિધાર્થીઓ-વિધાર્થીનીઓ ભોજન આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજના જ્યારે લોકો પોત પોતાની ભેગું કરવામાં પડયા છે ત્યારે તુંબી ગામના સ્વ. જીજ્ઞેશભાઈ જીવિત હતા ત્યાં સુધી સમાજના હક્કો અને અધિકારો માટે લડતા રહ્યા મૃત્યુ પછી પણ મારા જન્મ દિવસ હોઈ કે સમાજ નો કાઈ પણ પ્રોગ્રામ હોઈ ત્યારે બાળકોને ભોજન કરાવવાના વિચારનું અમલીકરણ થઇ રહ્યું છે ગતરોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીના 65માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ધરમપુર તાલુકાના ગિરિજન અંધજન શાળા કરંજવેરી ખાતે અભ્યાસ કરતાં વિધાર્થીઓ-વિધાર્થીનીઓને ખીચડી કઢી, ભાજી પાવ ,મીઠાઈ, કચુમળ ભોજન કરાવવામાં આવ્યું હતું.

જીજ્ઞેશભાઈ આપણાં આદિવાસી સમાજના હકો માટે કાયમ માટે લડતા રહ્યા હતા તેમનું કોરોના કાળ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ગિરિજન અંધજન શાળા કરંજવેરી ખાતે ભોજનનું આયોજન નિતેશ ગવળી, કુલદીપ ગરાસિયા, પાર્થ પટેલ દ્વારા કરી જીજ્ઞેશભાઈના વિચારોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર કમલેશ પટેલ હાજરી આપી હતી.