ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા કોરોનાનાં નવા વેરિઅન્ટને લઇને દેશ-વિદેશની જેમ સમગ્ર ગુજરાતમાં ચિંતાના વાદળો સવાયા છે ત્યારે આ ઓમીક્રોન વેરિઅન્ટ વિષે WHO નાં નિષ્ણાતોનું શું કહેવુ છે જોઈએ
WHO નાં નિષ્ણાતોનું શું કહેવુ છે જોઈએ કે, ગભરાવવાની જરૂર નથી આ વેરિઅન્ટ ‘Super Mild’ છે. ઓમિક્રોનને ઓળખનાર પ્રથમ ડૉક્ટરે એમ પણ કહ્યું કે, જે 4 દર્દીઓને આ વેરિઅન્ટનો પ્રથમ વખત કેસ મળ્યો હતો તેમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેઓ ખૂબ જ જલ્દી સાજા થઈ ગયા હતા. તેમાંથી કોઈનું મૃત્યુ થયું ન હોતું.
WHO એ માહિતી આપી છે કે, ઓમિક્રોનથી અત્યાર સુધી કોઈ મૃત્યુનો મામલો સામે આવ્યો નથી. WHO અનુસાર, ડરવાને બદલે સાવચેતીપૂર્વક આશાવાદી બનો કારણ કે દક્ષિણ આફ્રિકાનાં તમામ અહેવાલો દર્શાવે છે કે નવું ઓમિક્રોન વેરિઅન્ટ અગાઉનાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક નથી.