ભાવનગર: ગુજરાતમાં લગ્નમાં માહોલ છે ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છે કે પોતાના લગ્ન જોરદાર અને અલગ અંદાજમાં થાય અને આ હેતુસર યુગલો કરોડોના રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે પરંતુ એક પક્ષીપ્રેમી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે એક એક એવુ વેડિંગ કાર્ડ બનાવ્યુ છે જે લગ્ન પછી ચકલીઘર બની જશે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ભાવનગરના ઉચેડી ગામના શિવાભાઈ રવજીભાઈ ગોહિલના પુત્ર અને પુત્રીના લગ્નમાં ચકલીના માળામાં લગ્ન કંકોત્રી બનાવવામાં આવી છે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દીકરાનુ નિમંત્રણ કાર્ડ યાદગાર રહેવુ જોઈએ અને લગ્ન પછી પણ કોઈના કામમાં આવવુ જોઈએ. આ વિચારથી તેમણે એવુ કાર્ડ બનાવ્યું છે આ લગ્ન કંકોત્રી મહેમાનો કચરાની ટોપલીમાં ફેંકવાને બદલે ચકલીના માળા તરીકે તેનો ઉપયોગ કરશે.
હાલ આ પરિવારમાં ચકલીના માળાની લગ્ન કંકોત્રીમાં એક ચકલીએ પોતાનું ઘર પણ બનાવી લીધું છે ત્યારે પ્રકૃતિ અને પંખી સારું કરવામાં આવેલા આ કાર્યની લોકો દ્વારા આ પરિવારની સરાહના કરવામાં આવી રહ્યા છે.