વાંસદા: ગતરોજ કાતર સિમ્બોલની પેનલના સરપંચ અને વોર્ડ નંબર 16 ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં એમના સમર્થકોને લઈને આદિવાસી વાજિંત્રો અને ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી જે નગરના કુંકણા સમાજ ભવનથી નીકળી તાલુકા પંચાયત કચેરીએ પહોંચી હતી
ઉલ્લેખનીય છે કે અન્ય તાલુકાની જેમ 19મી ડિસેમ્બરે વાંસદા તાલુકામાં પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે કાતર પેનલના સરપંચના ઉમેદવાર ગુલાબભાઈ પટેલ તેમના સભ્યોના ઉમેદવારોના નામ નક્કી કરી ચુંટણી લડવાની તૈયારી કરી લીધી હતી. હાલમાં Decision News દ્વારા કરાયેલી લોક મુલાકાતમાં વાંસદા ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાશેનું લોકો જણાવી રહ્યા છે.
Decision Newsને લોકચર્ચા પરથી જાણવા મળ્યું છે કે વાંસદામાં સરપંચના ઉમેદવાર ગુલાબભાઈ પટેલે વીતેલા પાંચ વર્ષ દરમિયાન ઘણાં વિકાસના કામો અને કોરોના મહામારીમાં ખુબ જ કામગીરી હતી અને આવનારા વર્ષોમાં પણ તેઓ વિકાસના કામોના મુદ્દાઓ પર કામ કરવા ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે.

