નવસારી: ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’ ની પંક્તિને સાર્થક કરતો હોય એવો એક કિસ્સો નવસારી જિલ્લાના મહુડી ગામ પાસે ખેત-પેદાશ પર વીજતાર પડ્યા પછી રાહદારીઓ પર પડતાં એક યુવકનું મોત નીપજયાનો સામે આવ્યો છે
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નવસારી જિલ્લાના મહુડી ગામ પાસે ખેત-પેદાશ પર વીજતાર પડ્યા બાદ મારુતિ વાન પર જીવંત તાર પડતા તેમાં બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો લાગ્યો હતો. જેમાંથી કાર ચાલક 30 વર્ષીય સુનિલ પવારનું સારવાર દરમ્યાન મોત થયાની માહિતી બહાર આવી છે.
આમ યુવકના અપમૃત્યુ થયાના મામલામાં DGVCLને ગ્રામ્ય પોલીસે દ્વારા નોટિસ મોકલવવામાં આવી છે અને વીજ કંપનીને આ ઘટનામાં જવાબદાર કેમ ન ઠેરવવા તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. પવાર પરિવારનો માળો વિખેરાયો છે અને 2 દીકરીએ પિતાની છાયા ગુમાવી છે.

