ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર વાંસદા રોડ પર પડેલા ખાડાઓના મામલા વારંવાર રજુઆત છતાં તંત્ર દ્વારા ખાડાઓ ન પુરવા મામલામાં ધરમપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી મારફત કલેક્ટર સાહેબશ્રી વલસાડને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર વાંસદા હાઇવે 56 પર કરંજવેરી પુલ પાસે, કાંગવી ફાટક, કરંજવેરી ડેરી સામે, આંબા ફાટક સુધી રોડ ખુબ જ બિસમાર હાલતમાં હોઈ જે બાબતે વારંવાર રજુઆત છતાં તંત્ર દ્વારા ખાડાઓ પુરવામાં આવ્યા નથી. આદિવાસી વિસ્તારની પ્રજાની માંગણીને ધ્યાને લઇ પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજના ભાગ રૂપે આ રસ્તાનું સમાર કામ ન થાય તો આચારસંહિતા હોવા છતાં રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.
કલ્પેશ પટેલનું કહેવું છે કે હાય રે.. હાય તોબા.. આ ધરમપુરના હાઇવે ઓથોરિટીના અધિકારીઓ છે કે કુંભકર્ણની સેના ? લોકોનો અવાજ સંભાળતા જ નથી. જો આ રસ્તાનું તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમાર કામ ન થાય તો આચારસંહિતા હોવા છતાં રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે અને કાયદો વ્યવસ્થા ખોળવાશે તો એમની જવાબદારી હાઇવે ઓથોરિટીની રહે છે. જે બાબતની જાણ આજે લેખિતમાં જાણ કરવામાં આવી છે.

