૪ ડિસેમ્બર ઇન્ડિયન રોબિનહુડ ક્રાંતિકારી જનનાયક અમર શહીદ ટંટયા ભીલ શહાદત દિન Decision News વિશેષ અહેવાલ આદિવાસી નવ યુવાપેઢી માટે લઈને આવ્યું છે જેનાથી એ પોતાના જનનાયક અમર શહીદોના ઈતિહાસને ભૂલી ન જાય.

ટંટયા ભીલનો જન્મ ૧૮૪૦ માં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાણા તાલુકાના બડ્દા ગામમાં ભાઉસિંહ ભીલને ત્યાં થયો હતો. ટંટયા નાનપણ થી જ પાતળો અને ઊંચો હતો, તેથી બધા તેને ટંટયા ટંટયા કહીને બોલાવતા હતા, અહીં નિમાડી ભાષામાં જુવારના લાંબા રાળ અને જેના સૂકાયેલા અને ખરી પડેલાં પાન ને ટંટા કહેવામાં આવે છે અને તેથી જ તેનું નામ ટંટયા રાખવામાં આવ્યું હતું,

ટંટયાની માતાનું બાળપણમાં જ અવસાન થયું હતું, પિતા ભાઉસિહે ટંટયાને ઉછેરવા માટે ફરીથી લગ્ન કર્યા ન હતા. તે પછી, યુવાન ટંટયાએ કાગજબાઈ નામની યુવતી સાથે લગ્ન કરી, કૌટુંબિક બંધનમાં બંધાઈ અને ઘર, પરિવાર અને ખેતી સહિતની તમામ જવાબદારી ટંટયાના માથે આવી ગઈ, ટંટયાની ઉંમર 30 વર્ષની આસપાસ હશે જ્યારે આજુબાજુના ગામડાઓમાં વિવિધ કળાઓમાં નિષ્ણાત અને કૌશલ્ય અને નમ્રતાના ગુણો ધરાવતા ટંટયાએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી, ટંટ્યાનું નામ છોટાનાગપુર અને નિમાડ પ્રદેશ સહિત મધ્ય પ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ગુંજતું હતું. અને અહીંના લોકો માટે મસીહા બનીને ઉભર્યા.

1857 પછી, ટંટયાએ બ્રિટિશ શાસનની તિજોરીઓ લૂંટ પુરા નિમાડ,છોટાનાગપુર સહિત સમગ્ર મધ્યપ્રદેશ અને છેક ગુજરાત સુધી ના વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હતા, અંગ્રેજો ને લુંટી ગરીબોની ભૂખ મિટાવતા તેથી ચારે તરફ ભારે લોકપ્રિયતા મેળવી ટંટયા મામા તરીકેની ઓળખ મેળવી. જ્યારે ધનુષ અને તીર અને ગોફણ તેમજ લાઠી ચલાવવામાં પારંગત એવા ટંટયા ભીલ શાહુકારો ની શોષણકારી નીતિઓ અને અંગ્રેજોના અન્યાયી શાસન સામે લડતા અંગ્રેજોને હંફાવી રહ્યા હતા, તેથી ખુદ અંગ્રેજોએ જ તેમને ‘ઇન્ડિયન રોબિનહૂડ’ નામ આપ્યું હતું..!

અંગ્રેજો સામે ૩૫ વર્ષ સુધી સતત હથીયાર બંધ લડત લડી હતી, 1888માં બ્રિટિશ સરકાર દ્વારા રાજદ્રોહના કેસમાં વિવિધ કાવતરાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને ઈન્દોરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં 1890 માં તેને જબલપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા કહેવાય છે કે ટંટયા ભીલને ઇન્દોર ની જેલમાં થી જબલપુર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં માં ઈન્ડીયન રોબીનહૂડ જનનાયક ટંટયા મામા ની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા, ત્યારબાદ જબલપુર જેલમાં બ્રિટીશ સત્તાવાળાઓ દ્વારા અમાનવીય વ્યવહાર કરવા માં આવ્યો અને ૪ ડિસેમ્બર ૧૮૯૦ ના રોજ ટંટયા ભીલને ફાંસી આપવામાં આવી હતી ,ત્યારબાદ તેના મૃતદેહને ઈન્દોર જિલ્લાના મહુ પાસેના પાતાળપાની પહાડી વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યો. ઘણા વર્ષો પછી આ જગ્યાએ તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે અને આજે પણ અહીંથી પસાર થતી તમામ ટ્રેનોને સ્ટેશન વગર એક મિનિટ માટે રોકવામાં આવે છે અને અમર શહીદ જનનાયક ટંટયા ભીલને સલામી આપી અને હોર્ન વગાડ્યા બાદ ટ્રેનો આગળ ધપાવવા ની પરંપરા આજે પણ ચાલુ છે.

અને એવું કહેવામાં આવે છે કે જો આમ કરવામાં નહીં આવે તો ટ્રેન આગળ વધી શકશે નહીં, જ્યારે ક્યારેક ટ્રેનને રોકવામાં ચૂંક કરવામાં આવી ત્યારે ટ્રેનોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું નાં અગાઉના બનાવો ને ધ્યાન માં રાખી ને રેલવે વિભાગે ક્યારેય આ સિસ્ટમને તોડવાનો પ્રયાસ કર્યો નથી. આજે પણ નિમાડ પ્રદેશ,માળવા અને છોટાનાગપુર અને ખાનદેશ તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશના વિસ્તારોમાં, ટંટયા ભીલને યાદ કરીને નિમાડી ભાષામાં ઘણા લોકગીતો, સ્તુતિઓ, ભજનો, બહાદુરીના છંદો ગવાય છે. અને ઘણી જગ્યાએ ટંટયા ભીલ ચોક ઘણી જગ્યાએ ટંટયા ભીલની આબેહૂબ પ્રતિમાઓ જોવા મળે છે. અને ખાસ કરીને તેમના જન્મદિવસ અને શહીદ દિને ઠેર ઠેર હારતોરા સહિતના કાર્યક્રમોનું આયોજિત કરવામાં આવે છે.

દુઃખની વાત એ છે કે દેશ ની આઝાદી માટે શરુઆતી લડત નું બ્યુગલ ફૂંકનાર અને બ્રિટીશ શાસન ને નાકે દમ લાવનાર અમર શહીદ જનનાયક ટંટયા ભીલ ની શહિદી ને ઈતિહાસ નાં પાને ખાસ નોંધ લેવાય નથી પરંતુ હાલ ના જાગૃત યુવાનો એ કેટલાક ઇતિહાસકારો દ્વારા લખાયેલા પુસ્તકો વાંચી/જાણી ટંટયા ભીલ ના દેશ માટે આપવામાં આવેલ બલિદાન અને લોકસેવાઓથી પ્રભાવિત થઈ ને આજે દબાયેલા ઈતિહાસ ને ઉજાગર કરી રહ્યા છે ,અહીં ખાસ ઉલ્લેખનીય છે કે 22 નવેમ્બર, 2021 ના ​​રોજ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઇન્દોર નાં ભંવરકુવા ચોક નું નામ ટંટયા મામા ચોક તથા ઇન્દોર ખાતે 53 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા બસ સ્ટેન્ડ અને પાતાલપાણી રેલ્વે સ્ટેશનનું નામ ટંટયા ભીલના નામ રાખવાની જાહેરાત કરી છે.

અહીં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે અંગ્રેજોના અન્યાયી શાસનને પડકારી દેશને આઝાદ કરાવવા માટે આઝાદી પૂર્વે 35 વર્ષ સુધી સશસ્ત્ર લડાઈ લડનાર અને દેશ માટે શહીદી વ્હોરનાર ટંટયા ભીલને ભારત રત્ન કેમ ન આપવામાં આવે? એવી દેશભરના આદિવાસીઓ પ્રબળ માંગ ઉઠાવી રહ્યા છે.

BY નયનેશ તડવી